કેવી રીતે કામ કરે છે દામિની એપ



દામિની એપથી લોકોને માહિતગાર કરવા કાર્યક્રમો શરૂ કર્યા છે. દામિની એપ લોકેશન બેઝ્ડ એપ છે. એટલે જે તે વિસ્તારમાં મોબાઇલના લોકેશનને ટ્રેક કરીને તે વિસ્તારની 40 કિલોમીટરના ગોળાકાર વિસ્તારમાં વીજળી પડવાની સંભાવના દર્શાવે છે. એપમાં વીજળી પડવાનો 0થી5 મિનિટનો હાઇ ઇમર્જન્સી એલર્ટ ઉપરાંત 5થી 10 મિનિટ અને 10થી 15 મિનિટના સમયગાળામાં એલર્ટ કરાય છે. લોકો દામિની એપનો ઉપયોગ કરે તો મોટાભાગનું જાનમાલનું નુકશાન ટાળી શકાય. આ એપ હાલ પુરતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ ઉપલબ્ધ છે. એપ પ્લેસ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
ગુગલની ટાસ્ક મેટ એપ્લીકેશન અંગે માહિતી
એપ્લીકેશનનું નામ દામિની એપ
એપ્લીકેશન સાઈઝ N/A
કુલ ઇન્સ્ટોલ 100 લાખ
એપ રેટિંગ 4+
સતાવાર વેબસાઇટ https://play.google.com

કોણે બનાવી દામિની એપ:

દામિની એપ હવામાન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલ એક મોબાઈલ એપ છે. વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાન, પુણેએ દામિની એપ વિકસિત કરી છે. ત્યારે શું છે દામિની એપ આવો જાણીએ.

કેવી રીતે કામ કરે છે દામિની એપ:

દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે. તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે. આ નેટવર્ક વિજળી પડવાનું સટીક પૂર્વાનુમાન આપે છે. વિજળીના અવાજની સાથે જ વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.
મોબાઈલમાં આવી રીતે કરો ડાઉનલોડ :

દામિની એપને ડાઉનલોડ કરવી અત્યંત સરળ છે. એન્ડ્રોઈડ મોબાઈલ યૂઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન યૂઝર્સ તેને એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા પછી તેમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તેના માટે તમારું પોતાનું નામ, લોકેશન વગેરે જગ્યા સબમિટ કરવી પડશે. આ જાણકારી આપવાની સાથે જ દામિની એપ કામ કરવાનું શરૂ કરી દેશે. તમારા લોકેશનના 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાની ચેતવણી ઓડિયો મેસેજ કે SMSથી આપે છે.
ચેતવણી મળવા પર શું કરશો:

જો તમારા વિસ્તારમાં વિજળી પડવાની છે તો દામિની એપ તમને પહેલાં જ ચેતવણી આપીને સાવધાન કરી દેશે. એવામાં વિજળીથી બચવા માટે ખુલ્લા ખેતર, ઝાડની નીચે, પહાડી વિસ્તારો, પહાડોની આજુબાજુ બિલકુલ ન ઉભા રહેશો. ધાતુઓથી બનેલા વાસણ ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો. વરસાદથી બચો અને જમીન પર જ્યાં પાણી એકઠું થયું હોય ત્યાં પણ ઉભા ન રહો. છત્રીનો બિલકુલ ઉપયોગ ન કરશો. વિજળીના હાઈટેન્શન વાયર અને ટાવરથી દૂર રહો. ઘરની અંદર જતાં રહો. જો ક્યાંક બહાર હોય અને ઘરે જવું શક્ય ન હોય તો ખુલ્લી જગ્યા પર જ કાન બંધ કરીને ઘૂંટણ પર બેસી જાઓ. ખતરો ટળે એટલે ઘરમાં જતાં રહો.
મહત્વપૂર્ણ લિંક
એપ્લિકેશન ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
દામિની એપ ફટાફટ ડાઉનલોડ કરી લો

No comments:

Post a Comment