ગેસ સિલિન્ડર ની એક્સપાઈરી ડેટ શું હોય છે?



પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બાદ ગામડાઓના લોકો સુધી LPG ગેસ પહોંચી ગયો છે. આપણે આપણા ઘરમાં ગેસ સિલીન્ડર જોયો જ હશે. પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે ગેસના હેન્ડલ પર એક કોડ લખેલો હોય છે જે કઈક B - 15 જેવો લખેલો હોય છે. દરેક ગેસ સિલિન્ડર પર અલગ અલગ કોડ લખેલો હોય છે. શું તમે આ કોડ નો મતલબ જાણો છો? ખરેખર તેનો સબંધ તમારી સુરક્ષા સાથે જોડાયેલો છે.

ટેસ્ટિંગ તારીખ માટે લખવામાં આવે છે આ કોડ :- LPG ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડમાં અંગ્રેજીના ચાર મૂળાક્ષર ઉપયોગ કરવામાં આવે છે. કોડની અંદર જે abcd લખેલી હોય છે તેનો સંબંધ મહિના સાથે જોડાયેલો છે. A નો ઉપયોગ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના માટે થાય છે. B નો ઉપયોગ એપ્રિલ, મે અનેં જૂન મહિના માટે થાય છે. C નો ઉપયોગ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે થાય છે. જ્યારે D નો ઉપયોગ ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે કરવામાં આવે છે.




અંગ્રેજી મૂળાક્ષરો પછી આવતા આંકડાઓ વર્ષ સુચવે છે. જેમાં તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે તમારા ગેસ સિલિન્ડર પર B-30 લખેલું છે તો તેનો અર્થ એ છે કે સિલિન્ડર નુ ટેસ્ટિંગ 2030 નાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં કરવામાં આવશે. જો ટેસ્ટિંગની તારીખ જતિ રહી છે તો પછી સમજો કે ગેસ સિલિન્ડર તમારા માટે ખૂબ જોખમી છે.

ગેસ સિલિન્ડર ની એક્સપાઈરી ડેટ શું હોય છે?

તમને જણાવી દઇએ કે ભારતમાં બનેલા ગેસ સિલિન્ડર માટે BIS 3196 ધોરણ નુ પાલન કરવામાં આવે છે. જેથી આ ધોરણ હેઠળ બનેલા ગેસ સિલિન્ડર નુ આયુષ્ય 15 વર્ષ છે. જેમાં 15 વર્ષની અંદર બે બાર ટેસ્ટિંગ કરવામાં આવે છે. પ્રથમ વખત 10 વર્ષે અને બીજી વખત 5 વર્ષ બાદ.

No comments:

Post a Comment